Tuesday 5 July 2016

અનુપમ શાળા પ્રોજેકટ

જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર દ્વારા પ્રાથમિકશિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે વિવિધ તાલીમી કાર્યક્રમો તેમજ વિવિધ પ્રકારનાં સંશોધનો હાથ ધરવામાં આવે છે. ભવન દ્વારા હાથ ધરાયેલાં સંશોધનોના આધારે આગામી તાલીમી કાર્યક્રમોનું આયોજન કરી તેનું અનુકાર્ય હાથ ધરવામાં આવે છે. જેના પરિણામે જિલ્‍લાની પ્રાથમિક શાળાની તેમજ શિક્ષકોની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખી તાલીમનું માળખું ઘડવામાં આવે છે. 
વર્ષ 2014-15 માં ભવન દ્વારા હાથ ધરવામાં આવેલ Gujarat State Level Achievement Survey (GSLAS) ના પરિણામમાં બનાસકાંઠા જિલ્‍લાની પ્રથમ સત્રની સરેરાશ સિદ્ધિ 44.43 % જોવા મળી. જયારે બીજા સત્રની સરેરાશ શૈક્ષણિક સિદ્ધિ 51.71 % જોવા મળી. આ પરિણામ જોતાં જિલ્‍લામાં પ્રાથમિકશિક્ષણની સ્‍થિતિ નબળી માલૂમ પડી. ગત વર્ષે ભવનના લેકરરશ્રી ડૉ. જે.બી.જોષી દ્વારા ધો.6ના વિદ્યાર્થીઓ માટે હાથ ધરાયેલ સંશોધન ‘‘બનાસકાંઠા જિલ્‍લાના ધો- 6ના વિદ્યાર્થીઓની ગુજરાતીવિષયમાં વાંચન, અર્થગ્રહણ અને લેખન ક્ષમતામાં પણ બનાસકાંઠા જિલ્‍લાની સ્‍થિતિ નબળી જોવા મળી. વળી, ગત વર્ષે ધોરણ 10 નું બનાસકાંઠા જિલ્‍લાનું પરિણામ પણ નબળું જોવા મળ્યું. ઉપરોકત સંશોધનોનાં પરિણામ તેમજ ધો.10નું પરિણામ જોતાં એવું માલૂમ પડયું કે કયાંક પ્રાથમિક શિક્ષણનો પાયો નબળો રહી ગયો હોય એવું પ્રથમ દ્દષ્‍ટિએ જોવા મળ્યું. પરિણામે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સંદર્ભે શું કરી કાય તેના સહચિંતન રૂપે જિલ્‍લાની કેટલીક પ્રાથમિક શાળાઓને મોડેલ પ્રાથમિક શાળાઓ બનાવવાનું વિચાર્યું. જેમાં શાળાઓમાં ભૌતિક સુવિધાઓની સાથે સાથે શૈક્ષણિક ગુણવત્તા પણ સારી હોય. આ રીતે અનુપમ શાળા પ્રોજેકટ અસ્‍તિત્‍વમાં આવ્‍યો.